Paurav Shukla public
[search 0]
More
Download the App!
show episodes
 
This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality. This started as a wish from my mother asking me to read and interpret Bhagvat Puran through the lens of my own experiences in life. My recommendation: please listen to only one episode at a time and then reflect. Don't rush through it, neither you will miss the ...
  continue reading
 
Loading …
show series
 
આ અધ્યાયમાં, શશિકલા સુદર્શનને સંદેશો મોકલે છે અને સ્વયંવરમાં આવવા આમંત્રણ આપે છે, જ્યાં ઘણા રાજાઓ એકઠા થયા છે. યુદ્ધજીત સુદર્શનને મારવાની યોજના બનાવે છે, પરંતુ અન્ય રાજાઓ તેને સમજાવે છે કે સ્વયંવરમાં લડાઈ કરવી યોગ્ય નથી.
  continue reading
 
આ અધ્યાયમાં, રાજકુમારી શશિકલા સુદર્શનના પ્રેમમાં પડે છે અને તેને પોતાના પતિ તરીકે પસંદ કરવાનો નિર્ણય લે છે, જે તેના પિતાને ચિંતામાં મૂકે છે. શશિકલાની માતા તેને સમજાવે છે કે આગામી સ્વયંવરમાં અનેક રાજાઓ આવશે અને તે પોતાની પસંદગી મુજબ કોઈપણ રાજકુમારને વરી શકશે.
  continue reading
 
આ અધ્યાયમાં, રાજા યુદ્ધજીત સુદર્શનને મારવા માંગે છે, પરંતુ તેના મંત્રી તેને વિશ્વામિત્રની કથા સંભળાવે છે અને સમજાવે છે કે તપસ્વીઓ સાથે વેરભાવ રાખવો યોગ્ય નથી. આ દરમિયાન, સુદર્શન કામદેવના મંત્રથી આકર્ષાય છે અને દેવીની કૃપાથી અસ્ત્ર-શસ્ત્ર પ્રાપ્ત કરે છે, જ્યારે કાશીની રાજકુમારી શશિકલા તેના રૂપ અને ગુણોથી મોહિત થઈ જાય છે.…
  continue reading
 
આ અધ્યાયમાં યુધાજિત રાજા સુદર્શનને મારવા માટે ભરદ્વાજ ઋષિના આશ્રમમાં આવે છે, જ્યાં મનોરમા તેના પુત્રને બચાવવા માટે ચિંતિત થાય છે. મનોરમા ઋષિને વિનંતી કરે છે કે તેઓ યુધાજિતને પાછો મોકલી દે, અને તે દ્રૌપદીના અપહરણના પ્રસંગનો ઉલ્લેખ કરીને સમજાવે છે કે લોભ અને લાલચથી માણસો કેવા પાપકર્મ કરી શકે છે.
  continue reading
 
આ અધ્યાયમાં યુધાજિત અને વીરસેન વચ્ચેના યુદ્ધનું વર્ણન છે, જેમાં વીરસેન મૃત્યુ પામે છે અને તેની પુત્રી મનોરમા તેના પુત્ર સુદર્શન સાથે જંગલમાં નાસી જાય છે. મનોરમા અને સુદર્શન ભરદ્વાજ ઋષિના આશ્રમમાં આશ્રય મેળવે છે, જ્યાં તેઓ સુરક્ષિત રહે છે અને સુદર્શનને ઉછેરવામાં આવે છે.
  continue reading
 
આ અધ્યાયમાં આપણે કોસલના રાજા ધ્રુવસંધિના મૃત્યુ પછી તેમના બે પુત્રો વચ્ચે ઉત્તરાધિકાર માટે થયેલા વિવાદની વાત કરીશું. રાજકુમારોના દાદાઓ વચ્ચેના ઝઘડાએ કેવી રીતે રાજ્યમાં અશાંતિ ફેલાવી અને સત્તા માટેની લડાઈએ કેવી રીતે રાજ્યની શાંતિ અને સમૃદ્ધિને જોખમમાં મૂક્યા તેની ચર્ચા કરીશું.
  continue reading
 
આ અધ્યાયમાં રાજા જનમેજય વ્યાસજીને પૂછે છે કે વિષ્ણુએ દેવી યજ્ઞ કેવી રીતે કર્યો, જેના જવાબમાં વ્યાસજી વિષ્ણુ દ્વારા દેવીની પૂજા અને યજ્ઞનું વિસ્તૃત વર્ણન કરે છે. દેવીની કૃપાથી વિષ્ણુને દેવોમાં સર્વશ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત થાય છે અને આકાશવાણી દ્વારા દેવી તેમના વિવિધ અવતારોમાં શક્તિ રૂપે વિષ્ણુની મદદ કરશે એવું વરદાન આપે છે.…
  continue reading
 
આ અધ્યાયમાં વ્યાસજી રાજા જનમેજયને યજ્ઞના ત્રણ પ્રકાર - સાત્વિક, રાજસિક અને તામસિક - વિશે સમજાવે છે અને કર્મ અને ભાવનાના મહત્વ પર ભાર મૂકે છે. અંતમાં, વ્યાસજી જનમેજયને તેમના પિતાને નરકમાંથી મુક્ત કરવા દેવી યજ્ઞ કરવાની સલાહ આપે છે.
  continue reading
 
આ અધ્યાયમાં આપણે દેવદત્તના પુત્ર ઉતથ્યની કથા સાંભળીશું, જે વેદ અને શાસ્ત્રોના જ્ઞાન વિનાનો હતો, પરંતુ હંમેશા સત્ય બોલતો હોવાથી 'સત્યવ્રત' તરીકે ઓળખાયો. એક શિકારી દ્વારા પીછો કરાયેલ જંગલી ભૂંડ જ્યારે તેની પાસે આશ્રય માટે આવે છે ત્યારે સત્યવ્રત દેવી સરસ્વતીના મંત્રનો અજાણતા જાપ કરે છે અને દેવીની કૃપાથી તેને જ્ઞાન અને કવિતાની શક્તિ પ્રાપ્ત થાય છે.…
  continue reading
 
આ અધ્યાયમાં આપણે દેવદત્ત નામના બ્રાહ્મણની કથા સાંભળીશું, જેમણે પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો અને ગોવિલ ઋષિના શાપથી તેમને અભણ પુત્ર થયો. આ અભણ પુત્ર ઉતથ્ય કેવી રીતે વૈરાગ્ય તરફ વળ્યો અને જંગલમાં તપસ્યા કરવા ગયો તેની વાત આપણે જાણીશું.
  continue reading
 
આ અધ્યાયમાં નારદજી બ્રહ્માજીને ત્રણ ગુણો - સત્વ, રજસ અને તમસ - વિશે વધુ સમજાવવા વિનંતી કરે છે, કારણ કે આ ગુણો એકબીજા સાથે મળીને કેવી રીતે કાર્ય કરે છે તે સમજવું મુશ્કેલ છે. બ્રહ્માજી જણાવે છે કે ત્રણેય ગુણો વિરોધાભાસી હોવા છતાં એકસાથે મળીને કાર્ય કરે છે અને દેવી જ સર્વોચ્ચ શક્તિ છે, જે આ ગુણોથી પર છે.…
  continue reading
 
આ અધ્યાયમાં આપણે ત્રણ ગુણો અને એમની વચ્ચેના સંકલનની વાત કરીશું. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે અને આપણે સત્વગુણને કેવી રીતે પ્રાધાન્ય આપી શકીયે તેની ચર્ચા કરીશુ.
  continue reading
 
આ અધ્યાયમાં દેવી બ્રહ્માજીને તત્તવનિરૂપણ એટલે તત્વજ્ઞાનની અત્યંત ગૂઢ એવી વાત કરે છે અને મહતત્વ, જ્ઞાન અને ક્રિયાશક્તિ પર પ્રકાશ પાડે છે.
  continue reading
 
વિષ્ણુ ભગવાનની દેવી સ્તુતિ બાદ, શિવ, દેવીને સ્તુતિ કરતા, તેમની સર્વ-વ્યાપક શક્તિને સ્વીકારે છે, કહે છે કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ - બધા તેમની શક્તિથી જ અસ્તિત્વ પામે છે. ત્યાર બાદ શિવ દેવી પાસે તેમનો નવાક્ષરી માંત્ર પાછો મેળવે છે. ત્યારબાદ બ્રહ્માજી દેવીની સ્તુતિ કરતા તેમને પ્રશ્નો કરે છે.
  continue reading
 
આ અધ્યાયમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવ મણિ-દ્વીપ પર ભુવનેશ્વરી દેવીને મળે છે, જેઓ તેમને પોતાના ચરણોમાં સમગ્ર બ્રહ્માંડનો અનુભવ કરવા પ્રેરે છે. વિષ્ણુ દેવીને ભક્તિભાવે સ્તુતિ કરે છે, તેમની સર્વ-વ્યાપક શક્તિને સ્વીકારે છે અને કબૂલ કરે છે કે બ્રહ્મા, વિષ્ણુ કે શિવ - કોઈ પણ ન - પોતાના કાર્યો દેવીની શક્તિ વગર કરી શકતા નથી.…
  continue reading
 
આ અધ્યાયમાં આપણે સાંભળીશું કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ પોતાની વાયુયાન મારફતે બ્રહ્માંડની સફર કરે છે, જેમાં તેઓ વિભિન્ન દિવ્ય સ્થળો જુએ છે. અંતે, તેઓ મણિ-દ્વીપ પર બેઠેલી ભુવનેશ્વરી દેવીને જુએ છે, જે વિશ્વની પ્રથમ શ્રષ્ટિ અને સર્વ શક્તિમાન માતા તરીકે વર્ણવવામાં આવી છે.
  continue reading
 
આ અધ્યાયમાં આપણે સાંભળીશું કે કેવી રીતે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેઓ કોણ છે તે અંગે મૂંઝવણમાં પડી ગયા. આપણે એ પણ સાંભળીશું કે કેવી રીતે દેવી તેમને વિમાન દ્વારા બ્રહ્માંડોના પ્રવાસ પર લઈ જાય છે.
  continue reading
 
જનમેજયની અધ્યાત્મની કેડી પર ચાલવાની શરૂઆત થઈ છે. એટલે એમણે વ્યાસજીને પ્રશ્ન કર્યો છે કે આ બ્રહ્માંડ કેવી રીતે ઉત્પન્ન થયું. એના ઉત્તરમાં વ્યાસજી, નારદજી અને બ્રહ્માજી વચ્ચે થયેલા સંવાદ અને દેવીની મહત્તાની વાત કરે છે.
  continue reading
 
આજના અધ્યાયમાં આપણે આજ આસ્તિક મુનિએ જનમેજયના સરસત્રને કેમ અને કેવી રીતે રોકયો તેની વાત કરવી છે. આસ્તિક મુનિના જન્મની કથા વ્યાસજી જન્મેજયને સમજાવે છે અને કરુણાની મહત્તાની વાત કરે છે.
  continue reading
 
આ અધ્યાયમાં આપણે જન્મેજયના રાજ્યાભિષેક, લગ્ન અને પરિપક્વતાની વાત કરવી છે. ઉતંકમુનિના પ્રભાવમાં આવી જઈને જન્મેજય સર્પસત્રની શરૂઆત કરે છે તેની પણ વાત આપણે કરવી છે. આ સર્પસત્રનું નિવારણ આસ્તિક મુનિએ કેવી રીતે કર્યું તે પણ આપણે આ અધ્યાયમાં જાણીશું.
  continue reading
 
આજના અધ્યાયમાં આપને તક્ષકનાગ અને બ્રાહ્મણ કશ્યપ વચ્ચેનો વાર્તાલાપ સાંભળીશું.અને ત્યાર પછી કેવી યુક્તિ કરીને તક્ષકનાગ વિધિનું વિધાન પૂર્ણ કરવા માટે પરિક્ષિત રાજાને ડશે છે તેની પણ વાત સાંભળીશું.
  continue reading
 
આજના અધ્યાયમાં આપણે તપસ્વી રૂરૂ અને તેમના પ્રેમની કથા સાંભળીશું. દેવદૂતના માગ્યા પછી તપસ્વી રુરૂએ પોતાની અડધી જ઼િંદગી પ્રિયતમા પ્રમદ્વરાને જીવિત કરવા માટે આપી દીધી તેના દ્વારા આપણે પ્રેમ અને ત્યાગ એવી મર્મની વાત સમજીશું. આ તરફ પરિક્ષિત રાજાની પોતાની જિજીવિષાની વાત પણ સાંભળીશું.
  continue reading
 
આ અધ્યાયમાં આપણે યદુકુળના નાશની અને રાજા પરીક્ષિતની કથા સાંભળવી છે. અહીંયા આપણે ભગવતપુરાણની શરૂઆત કેવી રીતે થાય છે, તેની પણ વાત કરીશું.
  continue reading
 
આજના અધ્યાયમાં આપણે.વ્યક્તિગત ચરિત્રની વાત કરવી છે. મહાભારત દ્વારા આપણે ધૃતરાષ્ટ્ર, યુધિષ્ઠિર અને ભીમના ચરિત્ર વિશેની વાત કરીશું અને તેના દ્વારા આપણે આપણા પરિવાર માટે કેવી વાતો શીખી શકે તે પણ સમજીશું.
  continue reading
 
ઋષિઓએ સુતજીને પ્રશ્નો કર્યા છે કે વ્યાસજીએ અને ભીષ્મજીએ જે પ્રકારના નિર્ણયો લીધા તે સા સારું. તેના જવાબમાં સુતજી રાજા મહાભિષ, ગંગા, વસુઓ અને શાંતનુ રાજાની કથા સંભળાવે છે. તેઓ આ કથા દ્વારા મહાભારતની પુર્વભુમિકા બાંધે છે.
  continue reading
 
આજના અધ્યાયમાં આપણે પરાશરમુનિ અને મત્સ્યગંધાની મુલાકાત કેવી રીતે થઈ અને એ દાસ કન્યાથી વ્યાસજીનો જન્મ કેવી રીતે થયો તેના વિષેની વાત કરવી છે.
  continue reading
 
આજથી આપણે દેવી ભાગવતના બીજા સ્કંધની શરૂઆત કરી રહ્યા છે. આજના અધ્યાયમાં આપણે વ્યાસજીના જન્મની પૂર્વ ભૂમિકા બાંધી છે અને મત્સ્ય ગંધાની વાત કરવી છે.
  continue reading
 
શુકદેવજીને હજી પણ કેટલાક પ્રશ્નો છે જનકજી સાથે. જીવન મુક્તિ વિશેના. જેના સુંદર જવાબ જનકજી આપે છે. આ સાંભળીને શુકદેવજીના બધા સંદેહ દૂર થાય છે અને તેઓ ગૃહસ્થ આશ્રમમાં સ્થિત થાય છે. ત્યાર બાદ ગૃહસ્થાશ્રમને ભોગવીને શુકદેવજી સંન્યાસ ધારણ કરે છે તેની કથા આપણે આજે સાંભળીશું.
  continue reading
 
આ અધ્યાયમાં આપણે પિતાના કહેવા બાદ શુકદેવજી જનકજી ની પરીક્ષા કરવા માટે મિથિલા પુર ગયા છે તેની કથા સાંભળીશું. શુકદેવજી અને જનકજીના દ્વારપાળ વચ્ચેનો સંવાદ જેમાં રાગી અને વિરાગી પુરુષમાં શું તફાવત છે તે પણ જાણીશું. અને ત્યાર બાદ શુકદેવજી કેવી રીતે જલકમલવત મહેલમાં પણ રહી શકે છે તે જાણીશું.
  continue reading
 
આજના અધ્યાયમાં વ્યાસજી આપણને ભગવાન વિષ્ણુ અને દેવી વચ્ચેનો સંવાદ સંભળાવે છે અને તેના દ્વારા શુકદેવજી ને સંદેશ આપે છે કે ગૃહસ્થાશ્રમમાં રહીને પણ, વર્ણાશ્રમમાં રહીને પણ માણસ, દેવી ભાગવત સમજી શકે છે.
  continue reading
 
જ્યારે વ્યાસજી શુકદેવજીને વર્ણાશ્રમ વિશે સમજાવે છે ત્યારે તેના જવાબમાં શુકદેવજી પોતાના પિતા વ્યાસજીને સંન્યાસ વિશેની વાત કહે છે તેઓ તો સન્યાસી છે. તે સમય તત્ત્વગ્યાનની તલબ લાગેલી હોવાથી શુકદેવજી વ્યાસજી પાસે તત્વનાની.ભિક્ષા માંગે છે. તેના જવાબ વ્યાસજી તેમને દેવી ભાગવત સમજવાની વાત કરેં છે.
  continue reading
 
આ અધ્યાયમાં આપણે ઇલા જે એક ઇમ્પોર્ટેંટ કથાનક છે દેવી ભાગવતનું તેની અને બુધના પ્રેમ અને તેમના બાળક પુરુરવા વિશેની વાત સાંભળીશું.
  continue reading
 
આ અધ્યાયમાં આપણે ગુરુ બૃહસ્પતિની પત્ની તારા અને ચંદ્ર વચ્ચે થયેલા પ્રેમના લીધે, ગુરુ બૃહસ્પતિ અને ચંદ્રની વચ્ચે થયેલી લડાઈ અને તેના નિરાકરણની વાત સાંભળીશું. આ ઘટના આપણને બુધના જન્મ તરફ લઇ જશે. આપણે આ યુદ્ધની પાછળ રહેલી મર્મ ની વાત જાણીશું.
  continue reading
 
પુત્ર કામનાથી વ્યાસજી વ્યાકુળ થયા છે.અને એ સમયે તેમણે શિવા અને શિવની આરાધના કરી. એમના તપથી પ્રસન્ન થઈ શિવજીએ એમને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યુ. ત્યારબાદ વ્યાસજી પોતે પોતાના આશ્રમમાં આવે છે અને ત્યાં એક અપ્સરાને જોવે છે. પણ અપ્સરાને જોઇને તેમના મનમાં એવો ભાવ થાય છે કે આના દ્વારા મને ગૃહસ્થાશ્રમની પ્રાપ્તિ થશે તો બીજા શું કેહ્શે.…
  continue reading
 
ઋષિઓએ પ્રશ્ન કર્યો કે, શ્રીવિષ્ણુ ,શિવજી અને બ્રહ્માજી કરતા પણ શક્તિ કેમ વધારે ઉપાસના લાયક છે. એના જવાબમાં સુતજી આપણને શક્તિનું મહાતમ્ય સમજાવે છે.
  continue reading
 
આ અધ્યાયમાં આપણે બ્રહ્માજીએ કરેલી ભગવાન વિષ્ણુ અને મહાદેવીની અદ્ભુત સ્તુતિ સાંભળીશું. મધુકૈટભના ત્રાસથી બ્રહ્માજી વિષ્ણુભગવાન પાસે આવ્યા છે અને એમને નિદ્રાધીન થયેલા જોઈને, તેઓ મહાદેવીની સુંદર સ્તુતિ કરે છે.
  continue reading
 
આજના અધ્યાયમાં આપણે જીવની ઉત્પત્તિ વિશે વ્યાસજીએ કરેલ મર્મ ની વાત જાણીશું. એની સાથે આપણે મધુકૈટભના યુદ્ધની પૂર્વ ભૂમિકા વિશે જાણીશું.
  continue reading
 
આજના અધ્યાયમાં આપણે ભગવતીની બહુ સુંદર સ્તુતિ સાંભળવાની છે. એની સાથે આપણે ભગવાન વિષ્ણુએ હયગ્રીવ રૂપ કેમ ધારણ કર્યું તેની કથા જાણીશું.
  continue reading
 
આ અધ્યાયમાં આપણે વ્યાસજીએ ચાતક પક્ષીના બાળ પ્રેમમાં પોતાનું પુત્ર સુખ જોવાનો પ્રયત્ન કર્યો છે તેના વિશે જાણીશું. આપણે દેવીની સર્વોત્તમતાની કથા વિશે વિષ્ણુ ભગવાને કરેલી વાર્તા સાંભળીશું.
  continue reading
 
Loading …

Quick Reference Guide

Listen to this show while you explore
Play